News of Wednesday, 11th December 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં જસદણમાં હિન્દુ એકતા મંચ દ્વારા વિશાળ મૌન રેલી આવેદન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૧ જસદણમાં હિન્દુ એકતા મંચના નેજા હેઠળ ડીએસવીકે હાઈસ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને ત્યાંથી મૌન રેલી કાઢીને મોતીચોક, મેઈન બજાર, ટાવર ચોક, જુના બસ સ્ટેન્ડ થઈને રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. ત્યાં હિન્દુ મંદિરો ઉપર પણ હુમલા થાય છે. મૂર્તિઓનું અપમાન થાય છે. બાંગ્લાદેશની સરકારે હિન્દુઓ સામે થતા અત્યાચારને તરત રોકવા જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ આ ઉપરાંત ભારત સરકારે પણ બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવીને હિન્દુઓની સુરક્ષા સુનિヘહિેતા, ભારતભાઈ જાની, સોનલબેન વસાણી, ભરતભાઈ ધારૈયા, મનસુખભાઈ સાનેપરા, કમલેશભાઈ ચોલેરા, સંજયભાઈ પોપટ, અશોકભાઈ ધાધલ, જયુભાઈ બોરીચા, રમાબેન મકવાણા, જયકાંતભાઈ છાંટબાર અશ્વિનભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ યાદવ, અખિલભાઇ યાદવ, અમિતભાઈ ત્રિવેદી, અશોકભાઈ ચૌહાણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૌન રેલી સંપૂર્ણ શિસ્ત સાથે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી હતી
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
