News of Wednesday, 11th December 2024
શ્રી સોમનાથના ત્રિવેણી સંગમમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા

પ્રભાસપાટણઃ શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતા જ કેલેન્ડરમાં દર્શાવેલી ઋતુ વાંચ્યા વગર જ અને જીપીએસ ટેકનોલોજીના અદ્યતન કંપાસ વગર હજારો માઇલોનો પ્રવાસ ખેડીને કલબલ -કલબલ કરતાં કરાં--કરાં-- કરતા વિદેશી પક્ષીઓને ઝૂંડ સોમનાથ ત્રિવેણી સંગમના મહેમાન બન્યા છે.‘‘ સીંગલ'' સહિતના આ પક્ષીઓ સાયબેરીયા, ઓસ્ટ્રેલીયા સહિતના ઠંડા પ્રદેશમાંથી ઠંડીની શરૂઆત થતા સોમનાથના ત્રિવેણી સંગમ-દરિયા કિનારે આવી પહોંચે છે. ઠંડા પ્રદેશમાં વધુ પડતી ઠંડીને કારણે તળાવો અને નદીઓમાં બરફ જામી જાય છે. તેથી જે પ્રદેશમાં ઓછી ઠંડી પડે તેવા પ્રદેશમાં ઠંડીની મોસમ પુરી થાય ત્યાં સુધી રોકાય છે. અને સાથે તેમના બચ્ચાઓની ઉછેર કરે છે અને ઠંડી પુરી થયા બાદ ફરી પાછા પોતાના દેશ જાય છે આશરે અને ભરોસે આવેલા આ પક્ષીઓ વન વિભાગ કાયદા હેઠળ શિકાર માટે પ્રતિબંધ છે. (તસ્વીર- અહેવાલઃ મીનાક્ષી ભાસ્કર વૈદ્ય- પ્રભાસપાટણ )
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
