News of Wednesday, 11th December 2024
હળવદના રણજીતગઢમાં લાંબો સમય ફાટક બંધ રાખવા સામે વિરોધઃ રેલરોકો આંદોલનની ચીમકી
૨૦૦ જેટલા ખેડૂતોએ એકત્રિત થઈ દોઢ-બે કલાક સુધી ફાટક બંધ રાખવા સામે આંદોલનનું કર્યુ એલાન

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૧૧: હળવદના રણજીતગઢ ગામે લાંબો સમય સુધી ફાટક બંધ રહેતી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. રેલ તંત્રના આ વલણ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવીને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર હળવદના રણજીતગઢ ગામના પાદરમાંથી રેલવે લાઈન નીકળતી હોય, જ્યારે ટ્રેન પસાર થઈ જાય છે ત્યારબાદ પણ લાંબો સમય સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. અવારનવાર દોઢ-બે કલાક જેટલો સમય ફાટક બંધ રહે છે. જેના કારણે રોજ ખેડૂતોનો સમય બગડે છે. આ પ્રશ્ને લઈને ૨૦૦ જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા. આ ખેડૂતોએ આગામી ૧૫ ડિસેમ્બર સુધીમાં જો આ પ્રશ્ન હલ નહિ થાય તો રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
