<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જસદણ તાલુકાના નવાગામ(પ્રતાપપુર)ની સંસ્‍કળત પાઠશાળામા આજથી ત્રિદિવસીય મહાવિષ્‍ણુ યજ્ઞનો પ્રારંભ

શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ આટકોટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્‍થાન દ્વારા સુંદર આયોજનઃ યજ્ઞ દરમિયાન સાધુ સંતો આશીર્વાદ આપવા ઉપસ્‍થિત રહેશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૧ જસદણ તાલુકાના નવાગામ (પ્રતાપપુર)ગામે આવેલ બ્રહ્મ ર્ષિ સંસ્‍થાન સંસ્‍કળત પાઠશાળા ખાતે ત્રિદિવસીય મહા વિષ્‍ણુ યજ્ઞનો આજથી પ્રારંભ થયો છે.

શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ આટકોટ સંચાલિત સંસ્‍કળત પાઠશાળા ખાતે આજે સવારે યજ્ઞનો પ્રારંભ થયો હતો આ પંચકુંડી યજ્ઞમાં ગાયના શુદ્ધ ઘી સાથે ૨૦ કિલો સૂકો મેવો અને ફળફળાદી તેમજ વિવિધ ઔષધીઓની સવા લાખ આહુતી મંત્રોચ્‍ચાર દ્વારા આપવામાં આવશે યજ્ઞ દરમિયાન સાધુ સંતો અને સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્‍થિત રહેશે પાઠશાળાના ઋષિ કુમારો ગુરુ શ્રી પ્રદીપભાઈ પંડ્‍યા તેમજ પ્રવીણભાઈ સાથે ભૂદેવો પણ જોડાશે.

આ યજ્ઞને સફળ બનાવવા સંસ્‍થાના ટ્રસ્‍ટી તેમજ યજ્ઞના આચાર્ય શાષાી આશિષભાઈ ભટ્ટ ટ્રસ્‍ટના પ્રમુખ ચેતનભાઇ પંચોલી, હિરેનભાઈ અશોકભાઈ પંચોલી, ગૌતમભાઈ, હિતેશભાઈ પંડ્‍યા તેમજ સંસ્‍થાના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

યજ્ઞ દરમિયાન બપોરે ફળાહાર તેમજ સાંજે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે તા.૧૩ ના રોજ સાંજે ચાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બ્રહ્મ+કન્‍યા છાત્રાલય આટકોટની બહેનો દ્વારા તેમજ સંસ્‍કળત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે ત્‍યારબાદ તમામ દર્શનાર્થીઓ તેમજ મહેમાનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ યજ્ઞનો લાભ લેવા શ્રી ભૂદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(2:28 PM IST)