<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જસદણ કુંદણી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માતાજીના મઢમાં અભ્‍યાસ કરવા મજબૂર

સરકાર વિદ્યાર્થીઓ માટે એક સારૂ મકાનની વ્‍યવસ્‍થા કરી આપે તેવી માંગણી

(કરશન બામટા દ્વારા)કુંદણી,તા.૧૧ :  જસદણના કુંદણી ગામે આવેલ કુંદણી સરકારી પ્રાથમિક શાળાના અંદાજીત ૧૨૦ જેટલા વિધાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે,પરંતુ શાળાના મકાન સંપૂર્ણ રીતે જર્જરિત છે,આખી શાળા જર્જરિત હોવાથી શાળામાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવો બોર્ડ પણ મારેલ જોવા મળે છે,દીવાલો તૂટી જવી, જોવા જઈ તો અહીં અભ્‍યાસ કરતા ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અન્‍ય જગ્‍યાએ અભ્‍યાસ કરવા જઈ રહ્યા છે, અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી,સાથે જ ગ્રામજનો દ્વારા પણ અનેક વખત શાળા જર્જરિત હોવાથી નવી શાળા બનાવવા રજુઆત કરી છે પરંતુ આજદિન સુધી નવી શાળા બાબતે કોઈ નિરાકરણ આવ્‍યું નથી. છેલ્લા ૬ મહિના થયા વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ માતાજીના મઢમાં અભ્‍યાસ કરી રહ્યા છે. ત્‍યારે વહેલી તકે શાળા નવી બને તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

  આ બાબતે જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશ જોઠણીયાએ જણાવ્‍યું હતું કે, શાળાની જર્જરિત હોવાથી બાળકોને અન્‍ય જગ્‍યાએ બેસાડી રહ્યા છીએ, શાળા સાથે સંપૂર્ણ ઓરડા જર્જરિત હોવાથી બાજુમાં વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે,સાથે શાળા જર્જરિત હોવાથી પંચાયત તરફથી જમીનની ફાળવણી કરાઈ છે,પરંતુ જિલ્લામાં મંજૂરી માટે મોકલ્‍યું છે અને મંજૂરી મળ્‍યે તાત્‍કાલિક ધોરણે નવી શાળા નું કામ શરૂ કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્‍યું હતું.

(12:15 PM IST)