News of Wednesday, 11th December 2024
રાજકોટ જિલ્લામાં પાલિકાઓની ચૂંટણીઓમાં મુસ્લિમ વિસ્તારોમાં ભાજપમાંથી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા માંગણી
જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે માંગણી કરી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૭ રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલી નગરપાલિકા ઓની ચૂંટણીમાં મુસ્લિમ વિસ્તારોમાં ભાજપ માંથી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાને જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે રજુવાત કરી માંગણી કરેલ છે.
જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે જણાવેલકે રાજકોટ જિલ્લામાં ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર અને જસદણ માં આવતા દિવસોમાં નગરપાલિકા ઓની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની છે. આ પાંચેય નગરપાલિકા વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી વધારે છે અને અમુક વોર્ડમાં આખી વસ્તી મુસ્લિમ સમાજની છે આવા વોર્ડમાં ભાજપ તરફ થી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી તક આપવી જોઈએ જેથી આવા વોર્ડ આપડે ભાજપ જીતી સકિયે તેમ છે.
વધુમાં જણાવેલ કે ધોરાજી ઉપલેટા જેતપુર અને જસદણ માં મુસ્લિમ સમાજની વસ્તી વધારે હોય જે ધ્યાને લઈ અમુક વોર્ડમાં મુસ્લિમ ઉમેદવારોને તક આપવા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે આ અંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને રજુવાત કરી માંગણી કરેલ છે
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
