<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જેતપુરમાં સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશના અત્‍યાચારના વિરોધમાં રેલી-આવેદન

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :.. બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ તેમજ હિન્‍દુ મંદિરો ઉપર અત્‍યાચાર કરવામાં આવી રહ્યો હોય મંદિરો ઉપર હુમલો કરી તેમજ હિન્‍દુઓના ઘરમાં તોડફોડ કરવામાં આવતી હોય બાંગ્‍લા દેશની સરકાર આ ઘટનાઓ રોકી શકતી ન હોય શહેરમાં ગત રોજ સનાતન કક્ષા સમિતિ દ્વારા સમસ્‍ત હિન્‍દુ સમાજને એકત્રીત કરી નૃરસિંહજી મંદિરના મહંત કનૈયાનંદ મહારાજની આગેવાની હેઠળ સવારે ૧૧ કલાકે તીનબતી ચોક ખાતે હનુમાન ચાલીસા, રામધુન બોલી વિરોધ પ્રદર્શન કરવા મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ. આ વિશાળ મૌન રેલી મુખ્‍ય માર્ગે પરથી સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરેલ કે, બાંગલાદેશમાં હિન્‍દુઓ તેમજ મંદિરો ઉપર થઇ રહેલા હુમલાઓ અને અત્‍યાચાર રોકવામાં આવે. કેન્‍દ્ર સરકાર આ બાબતે ત્‍વરીત પગલા લ્‍યે. તેવી માગણી કરેલ. આ રેલીમાં બહોળી સંખ્‍યામાં લોકો જોડાયા હતાં.

(2:30 PM IST)