<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જુનાગઢ જીલ્લામાં એસ.પી.હર્ષદ મહેતાની આગેવાનીમાં સર્ચ ઓપરેશનઃ રપ૧ સામે કાર્યવાહી

પાનના ગલ્લા, ચાની લારીઓ, ઇંડાની લારીઓ સહિતની જગ્‍યાએ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૧: જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાનના ગલ્લાઓ, ચા ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્‍વોની ઉઠક-બેઠક વાળી જગ્‍યાઓનું મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ દરમિયાન ૨૫૧ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આગામી સમયમાં આવનાર તહેવારો (નાતાલ, ૩૧૮)ને ધ્‍યાને રાખી તથા કાયદો અને વ્‍યવસ્‍થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લામાં જયાં શંકાસ્‍પદ ઇસમો/અસામાજિક તત્‍વો કે ગુનેગારોની બેઠક હોય અને મહદઅંશે ગેરકાયદેસર પ્રવળત્તીઓ થતી હોવાની સંભાવના હોય તેવા સ્‍થાનો જેવા કે, પાનના ગલ્લાઓ, ચાની કીટલી, ઇંડાની લારીઓ પર પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયાની સુચના અન્‍વયે પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં તા.૦૭/૧૨/૨૦૨૪ ક.૧૮.૦૦ થી ક.૨૩.૦૦ સુધી પાનના ગલ્લાઓ, ચા ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્‍વોની ઉઠક-બેઠક વાળી જગ્‍યાઓ પર મેગા સર્ચ ઓપરેશન દ્વારા ડ્રાઇવની કામગીરી કરાવવામાં આવી હતી.

જૂનાગઢ શહેર તથા તાલુકા વિસ્‍તારમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવળતિ કરનાર ઇસમો વિરૂધ્‍ધ કડકાઇ અને મક્કમતાથી કાર્યવાહી કરનાર પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા   દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્‍વોની ઉઠક-બેઠક વાળી જગ્‍યાઓ ઉપર મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ.

જે અન્‍વયે જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, ચા ની કીટલી, ઇંડાની લારીઓ અને જયાં શંકાસ્‍પદ ઇસમો/અસામાજિક તત્‍વો અને ગુનેગારોની બેઠક થતી હોય તેવી જગ્‍યાઓ ઉપર વિસાવદર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક  રોહિત કુમાર, જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા, જુનાગઢ ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એન.એચ.સીરોયા, કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  બી.સી.ઠકકર, તથા માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા કાર્યવાહી કરાઇ છે.

(1:32 PM IST)