News of Wednesday, 11th December 2024
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલના ઉપયોગનો પ્રતિબંધ મુકો કચ્છના કુનરીયા ગામનાં વિદ્યાર્થીઓએ નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવ્યો
મોડર્ન ટેકનોલોજીના પ્રભાવ સાથે સ્ક્રીન ટાઈમમાં વધારાથી બાળકોના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર : વિવિધ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.,11: બાળકો અને કિશોરો દ્વારા થઈ રહેલ મોબાઈલનો ઉપયોગ વાલીઓ માટે અને અનેક કિસ્સાઓમાં અભ્યાસ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ભુજ તા.ના કુનરીયા ગામના વિદ્યાર્થીઓએ દેશ માટે એક મહત્વપૂર્ણ આગવી પહેલ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે.
જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવાની વિનંતી કરવામાં આવી છે.
આ વિદ્યાર્થીઓએ નોંધ્યું છે કે મોડર્ન ટેકનોલોજીના પ્રભાવ સાથે સ્ક્રીન ટાઈમમાં વધારાથી બાળકોના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર થઈ રહી છે. પત્રમાં વિશેષ રીતે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છેઃ
(1) શૈક્ષણિક પ્રદર્શન પર અસરઃ બાળકોનું ઘણું ધ્યાન મોબાઇલ ગેમ્સ અને સોશિયલ મીડિયા તરફ ઝૂકે છે, જે અભ્યાસમાં અવરોધ ઉભો કરે છે.
(2)આરોગ્યની સમસ્યાઓઃ લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી આંખોની તકલીફ, ઊંઘમાં ખલેલ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
(3) માનસિક સ્વાસ્થ્ય પર અસરઃ સાયબર ધમકીઓ, અયોગ્ય સામગ્રી અને વર્ચ્યુઅલ પ્રતિકળતિ જાળવવાનો દબાણ બાળકોમાં ચિંતા અને હતાશા વધારે છે.
(4) સામાજિક કૌશલ્યોનું ધોવાણઃ ડિજિટલ ક્રિયાપ્રતિક્રિયા વધવાથી સામાજિક ઘડતર અને સામ-સામેના સંબંધોમાં ઘટાડો થાય છે.
વિદ્યાર્થીઓ દ્વારા સૂચવાયેલા ઉકેલો
- આઉટડોર અને સર્જનાત્મક પ્રવળત્તિઓ પ્રોત્સાહિત કરવી.
- શૈક્ષણિક અને અભ્યાસેતર સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- હાનિકારક કન્ટેન્ટ અને સાયબર જોખમોથી બચાવવા પગલાં લેવાં.
વિદ્યાર્થીઓએ આ માટે જનજાગળતિ ઝુંબેશ, વાલીઓના માર્ગદર્શન અને શાળા સ્તરે દેખરેખના પગલાંઓના અમલનો પ્રસ્તાવ મૂકયો છે. આ અભિગમને ગામના માતા-પિતા, શિક્ષકો અને સ્થાનિક આગેવાનો તરફથી ઊંડું સમર્થન મળી રહ્યું છે.
કુનરીયા ગામના સરપંચે આ પહેલને વખાણી છે અને કહ્યું કે, કુનરીયાના બાળકોના આ પ્રયત્નો તેમના જાગળતતાનું પ્રતિબિંબ છે, અને હું આ પત્ર વડાપ્રધાન સુધી પહોંચે તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ.
કુનરીયા ગામે હંમેશાં નવી પહેલ અને સામાજિક જવાબદારીમાં આગળ રહેવા તૈયારી બતાવી છે. આ વિદ્યાર્થીઓએ વધુ એકવાર સાબિત કર્યું છે કે એક નાનકડું ગામ રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ચર્ચાને પ્રેરિત કરી શકે છે.
આ પત્ર વડાપ્રધાનના હસ્તક્ષેપ અને રાષ્ટ્રવ્યાપી નીતિ ઘડવાની અપીલ છે, જે ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ તરફ દોરી જાય અને યુવા પેઢી માટે વધુ સારા અને સંતુલિત ભવિષ્યનું નિર્માણ કરે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
