<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

મુન્દ્રાની જન સેવા સંસ્થાએ માનવતાના કાર્યો સાથે ઉજવી ગીતા જયંતી

કડકડતી ઠંડીમાં ઝૂપડપટ્ટીમાં ગરીબ લોકોને જૂના વસ્ત્રો, બાળકોને અલ્પાહારનું વિતરણ, પશુ પક્ષીઓને પણ ખોરાક અને ચણ અપાયુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ :  મુન્દ્રાની જન સેવા સંસ્થા એ માનવતાના કાર્યો સાથે ગીતા જયંતીની ઉજવણી કરી હતી. આ પાવન અવસરે વિવિધ દાતાઓ ના સહયોગ થી ખુલ્લા ઝૂંપડા માં રહેતા લોકો ને ૧૦૦૦ જૂના કપડા અને બાળકો ને  ખાસ બૂંદી ગાંઠિયા નો અલ્પાહાર પીરસવા માં આવ્યો હતો 

મુન્દ્રા ની જન સેવા દ્વારા આજે વિવિધ સેવાકીય પ્રવ્રુતિઓ સાથે ગીતા જયંતી ની ઉજવણી કરાઈ હતી જેમાં ગાયો ને ગોળ, પક્ષી ને ચણ અને શ્વાનોને દૂધ અને બિસ્કિટ નું વિતરણ પણ કરાયું હતું.  મુન્દ્રાના યુવા પત્રકાર અને જન સેવા સંસ્થાનું સંચાલન કરતા રાજ સંઘવીએ જણાવ્યું હતું કે આ સેવાકીય કાર્યો માટે ચંદુલાલભાઈ ભટ્ટ સહિત વિવિધ દાતાઓ નો સહયોગ મળ્યો હતો.

(3:36 PM IST)