News of Wednesday, 11th December 2024
કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના પંજાબમાં જાપ્તામાંથી નાસી ગયા
માદક પદાર્થ સાથે પકડાયેલા બે પંજાબી દંપતીમાંથી બે પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ પંજાબ તપાસ માટે ગઈ હતી: પોલીસ પાછા કચ્છ લાવતી હતી ત્યારે કારમાં પંચર પડ્યું અને તેનો લાભ ઉઠાવીને બંને આરોપી ભાગી છૂટ્યા

કચ્છ: બે સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના પંજાબમાં જાપ્તામાંથી ફરાર થઇ ગયા છે.
બે સપ્તાહ પહેલા જેમને પૂર્વ કચ્છની પોલીસે કરોડો રૂપિયાના કોકેઈન સાથે કચ્છમાંથી ઝડપી લીધા હતા, તેમાંથી બે પુરુષ આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયા છે. માદક પદાર્થ સાથે પકડાયેલા બે પંજાબી દંપતીમાંથી બે પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ પંજાબ તપાસ કામે લઈ ગઈ હતી. જયારે પોલીસ તેમને પાછા કચ્છ લાવી રહી હસ્તી ત્યારે પંજાબમાં કારમાં પંચર પડ્યું અને તેનો લાભ ઉઠાવીને બંને આરોપી ભાગી છૂટ્યા છે.
પૂર્વ કચ્છના સ્પેશ્યિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસ દ્વારા આ આરોપીઓને બે મહિલા સાથે કચ્છમાં 1.47 કરોડની કિંમત વાળા કોકેઈન સાથે કચ્છમાં પ્રવેશ કરતી વેળાએ ઝડપી લીધા હતા.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
