News of Wednesday, 11th December 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ ટાઈઢ ધ્રુજાવશે :વડોદરા સહિત 5 શહેરોમાં 11 ડિગ્રી કરતા નીચું લઘુત્તમ તાપમન નોંધાયું
રાજકોટમાં 9.7 ડિગ્રી અને 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન ડીસામાં નોંધાયું:ભુજમાં 11, કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8, વડોદરામાં 12 લઘુત્તમ તાપમાન

અમદાવાદ :ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે હાડ ધ્રુજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર, બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા છે. આગામી ત્રણ દિવસ આ પ્રકારનું હવામાન રહી શકે છે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન વધી શકે છે. 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અમદાવાદમાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 31.2 ડિગ્રી, વેરાવળમાં 30.8, રાજકોટમાં 29.6, મહુવામાં 29, સુરેન્દ્રનગરમાં 28.7, વડોદરામાં 28.6, પોરબંદરમાં 28.6, અમરેલીમાં 28.5, કેશોદમાં 28, કંડલા પોર્ટમાં 27.5, ગાંધીનગરમાં 27.4, નલિયામાં 27.4, અમદાવાદમાં 27, ભુજમાં 27, ભાવનગરમાં 27, ડીસામાં 26.8, વલ્લભવિદ્યાનગરમાં 26.7, દ્વારકામાં 26.6, ઓખામાં 25.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5 ડિગ્રી, રાજકોટમાં 9.7, ડીસામાં 10.6, ભુજમાં 11, કેશોદમાં 11.3, અમરેલીમાં 11.8, વડોદરામાં 12, વલ્લભ વિદ્યાનગરમાં 12.8, સુરેન્દ્રનગરમાં 13, અમદાવાદમાં 13.4, ભાવનગરમાં 13.8, પોરબંદરમાં 13.8, ગાંધીનગરમાં 14.3, મહુવામાં 14.5, કંડલા પોર્ટમાં 14.9, દ્વારકામાં 15, સુરતમાં 15.8, વેરાવળમાં 16.9, ઓખામાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
