તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ઠાર વધ્યોઃ નલીયા ૬.૦, રાજકોટમાં ૧૦.૬ ડીગ્રી ઠંડી
ડીસા ૯.૧, વડોદરા ૧૦, અમરેલી ૧ર.ર ડીગ્રી લઘુતમ તાપમાનઃ સર્વત્ર ઠંડીથી જનજીવન અસ્ત વ્યસ્ત

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠાર અને ઠંડી યથાવત છે. આજે કચ્છના નલીયામાં ૬ ડીગ્રી, ડીસામાં ૯.૧, રાજકોટમાં ૧૦.૬, વડોદરા ૧૦, અમરેલીમાં ૧ર.ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.પ, મહત્તમ ર૬.૬, ભેજનું પ્રમાણ ૪૬ ટકા, પવનની ગતિ ૮.પ કિ. મી. રહી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે શનિવારે લઘુતમ તાપમાન ૧૬.૩ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬પ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૧૦ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી. ઠંડા પવનને કારણે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. (પ-૧૬)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧ર.પ ડીગ્રી
અમરેલી ૧ર.ર ડીગ્રી
બરોડા ૧૦.૦ ડીગ્રી
ભાવનગર ૧૬.૩ ડીગ્રી
ભુજન ૧૧.ર ડીગ્રી
દમણ ૧૭.૦ ડીગ્રી
ડીસા ૯.૧ ડીગ્રી
દીવ ૧પ.૪ ડીગ્રી
દ્વારકા ૧૪.૯ ડીગ્રી
કંડલા ૧૪.૦ ડીગ્રી
નલિયા ૬.૦ ડીગ્રી
ઓખા ૧૯.૬ ડીગ્રી
પોરબંદર ૧પ.૬ ડીગ્રી
રાજકોટ ૧૦.૬ ડીગ્રી
સુરત ૧૭.૧ ડીગ્રી
વેરાવળ ૧૬.૪ ડીગ્રી
જામનગર ૧૩.પ ડીગ્રી
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
