તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
કાલે ગધેથડમાં પૂ. લાલબાપુના સાનિધ્યમાં દત્તજયંતિ ઉજવાશેઃ ભુપેન્દ્રભાઇ ઉપસ્થિત રહેશે
ગૌમાતાને ઘાસચારો, શ્વાનને લાડુ, માછલીઓને બુંદી-ગાંઠીયા, કીડીઓનુ કીડીયારૂ પુરાશેઃ ૧૧પ ગામો માટે ધુવાડા બંધ ભોજન સમારંભ

(કૂષ્ણકાંત ચોટાઇ-જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૪: ઉપલેટા તાલુકાના ગઘેથડમાં શ્રી ગાયત્રી માતાજી અને પૂ. લાલબાપુના સાનિધ્યમાં કાલે ગુરૂદત્ત જયંતિની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાશે.
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગાયત્રી આશ્રમ ખાતે રાજ રોજેશ્વરી ગાયત્રીમાં લક્ષ્મીજી માતાજી તથા સરસ્વતી માતાજીના સાનિધ્યમાં પરત પૂજય સંતશિરોમણી લાલબાપુના આર્શિવાદ અને કૃપા દ્રષ્ટિથી તા. ૧પ ને રવિવારે ગુરૂદત્ત જયંતિ નિમિતે ભવ્યતિ ભવ્ય ઉજવણી કરાશે તથા હજારો શિષ્યો ગુરૂનું પૂજન કરશે.
આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
ગુરૂપુર્ણીમાંના પવિત્ર દિવસે ૧૧પ ગામો ઘુમાડાબંધ (કોઇએ ચુલો પેટાવવાનો નહી) ગાયોને નિણ, શ્વાનોને લાડુ, માછલીને બુંદી તથા કિડી-મકોડા માટે કિટીયારૂ પુરવામાં આવશે. તેના માટે બાજરાનો લોટ, ગોળ, તેલ મિકસ કરી દરેક ગામોમાં કિડીયારૂ પુરવામાં આવશે. સ્વયંમ સેવકો ગુરૂપુર્ણિમાંનો પ્રસંગ સફળ બનાવવા રાત-દિવસ તનતોડ મહેનત કરી રહયા છે. ઉપલેટાથી ગધેથડ આપવા માટે પ૦ એસટીની સુવિધા ઉપલ્બધ કરાઇ છે. તેમજ ખાનગી બસો ૩૦ મુકવામાં આવી છે. જે ફી (વગર ભાડાથી ચાલશે) આ માટે જુના ગધેથડ ખાતે મોટુ પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફોરવ્હીલ માટે અલગ વ્યવસ્થા કરાઇ છે. અંદાજે દોઢ લાખ પ્રસાદ લેશે તેવું અનુમાન છે. સૌ ભકતોએ પ્રસાદ લેવા અને આ પ્રસંગે હાજરી આપવા ગાયત્રી આશ્રમના પૂ. રાજુ ભગત અને પૂ. દોલુ ભગતની યાદીમાં જણાવ્યું છે
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
