તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
મોરબીના રવાપર પાસે સતત બીજે દિવસે આગઃ જુવારના ચારાનો ઢગલો અને ૨ ઝુંપડા બળીને ખાખ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૪ રવાપર ધુનડા રોડ પર ગઈકાલે મગફળીના ભુસામાં આગ લાગી હતી. આજે સવારે ફરી પછી તે જગ્યાએ જ જુવારની નીરણમાં આગ લાગી હતી અહીં આવેલ બે ઝુંપડા પણ આગની ચપેટમાં આવી ગયા અને બળીને રાખ થઇ ગયા હતા.
સવારે ઘટના સ્થળે ફાયરની તેમ ઘટના સ્થળે પહોંચી હતી જે બપોર સુધી આગ પર કાબુ મેળવવા કાર્યરત હતા. સદનસીબે ઝુંપડાવાસીઓ હાથ લાગ્યો તે સમાન લઇ નીકળી ગયા હતા અને જાનહાની ટળી હતી.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
