તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
વંથલીના લુશાળા પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા મહિલાનું મોત
મળતક મહિલા તેમના પતિ સાથે ડેરવાણ ગામે જતા‘તા, પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ મેંદરડામાં જીપી હાઇસ્કુલની સામે રહેતા મુકેશભાઈ સોમાભાઈ બથવાર નામના ૫૦ વર્ષના પ્રૌઢ પત્ની દક્ષાબેન અને બે બાળકોને બાઈક પર બેસાડી કેશોદ નજીકના ડેરવાણ ગામે જતા હતા.
ત્યારે રસ્તામાં વંથલી તાલુકાના લુશાળા પાસે પાછળથી પુરપાટ ઝડપે આવેલા જીજે ૩૭ ટી ૮૫૬૨ નંબરના ટ્રકના ચાલકે પાછળથી ઠોકર લગાવતા બાઈક પરથી તમામ નીચે પડી ગયા હતા. આમ ટ્રકની હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મળત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માત અંગે મનારના પતિ મુકેશભાઈ બથવારએ ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
