તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ગાયત્રી આશ્રમ ગધેથડમા રવિવારે ગુરૂદત્ત જયંતિએ ૧૧૦૦ ભક્તો ગુરૂદેવ લાલબાપુનું પૂજન કરશે
તાલુકાના તમામ ગામો માટે ધુવાડા બંધ પ્રસાદની વ્યવસ્થાઃ ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નીરણ, ચકલા માટે ચણ, કુતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે વિતરણ થશે

(કળષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા.૧૩: વેદમાતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કળપાથી શ્રી ગુરુદત્ત જયંતિ નિમિત્તે પૂ. લાલબાપુનું ગુરુપૂજનનું આયોજન ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગ ૧૫ ડિસેમ્બર રવિવારના રોજ યોજાશે.
આ પાવન પ્રસંગમાં આશરે ૧.૫ લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથો સાથ ઉપલેટા સહિત એક ૧૧૫ ગામમાં ધુવાડા બંધ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અબોલ જીવો માટે પણ ખાસ પૂજ્ય લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નીરણ, ચકલા માટે ચણ, કુતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે વિતરણ થશે જેથી દરેક લોકો શાંતિપૂર્વક પ્રસાદ લઈ શકે અને દિવ્ય દિવસની અનુભૂતિ કરે.
ગુરુદત્ત જયંતિ નિમિત્તે ૨૫ વિઘામાં ભોજનાલયનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાના હોવાથી વિશાળ ર્પાકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ કાર્યક્રમને દીપાન્વીત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી રહ્યા છે સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો છે.
ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો પૂજ્ય લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો પૂ. લાલબાપુ ની પૂજા કરશે આશરે એક સાથે ૧૧૦૦ લોકો પૂજા કરે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ ગુરુદેવ લાલબાપુનુ પૂજન સવારે છ વાગ્યાથી. શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલશે.
જ્યારે ભોજન પ્રસાદ સવારે દસ વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રી સુધી ચાલશે જેથી દરેક ભક્તો મહાપ્રસાદનો ખૂબ સરળતાથી અને શાંતિપૂર્વક રીતે લાભ લઈ શકે.(
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
