તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
લખતરમાં લોકોને પીવાનું પાણી ન મળતા ભારે હોબાળો : તપાસ માટે ગયેલ ટીમ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી
-- મફતીયાપરા, ભૈરવપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણીના ફાંફાં: પંચાયતે પાણીની નવી લાઇન નાખ્યા છતાં પાણી નથી મળતું

સુરેન્દ્રનગરના લખતરમાં લોકોને પીવાનું પાણી ન મળતા વિવાદ સર્જાયો છે. તપાસ માટે ગયેલ ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ છે. મફતીયાપરા, ભૈરવપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણીના ફાંફાં છે. લોકોને પીવાનું પાણી ઘર સુધી ન મળતા હાલાકી થઇ રહી છે. પંચાયતે પાણીની નવી લાઇન નાખ્યા છતાં પાણી મળતું નથી અધિકારીઓ સ્થળ પર જતા લોકોએ ઊધડો લીધો હતો
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
