<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ટોકન વગર માછીમારી કરવા ગયેલા ૩ માછીમાર સામે ગુનો દાખલ

જુનાગઢ એસઓજી દ્વારા માંગરોળ મરીન ચોરવાડ પોલીસ સ્‍ટેશનમાં કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા. ૧૪ દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. આ દરમ્‍યાન ટોકન વગર દરિયો ખેડી આવેલ ૩ માછીમાર સામે  લાયસન્‍સની શરતોનો ભંગનો ગુનો નોંધવામાં આવ્‍યો હતો. સાગર સુરક્ષા કવચ અંતર્ગત ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુનાગઢ એસઓજીનો સ્‍ટાફ દરિયાઈ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો ત્‍યારે દરિયામાંથી માછીમારી કરી માંગરોળ મરીન પોલીસ સ્‍ટેશન  શીલબારા ખાતે ‘‘અજમેરી ૩૩'' નામની હોડી પરત આવતા માછીમાર અબ્‍દુલ હસમ સમા પાસે હોડીના રજીસ્‍ટ્રેશન કાગળો તપાસતા ઓનલાઇન ટોકન મેળવ્‍યું ન હોવાનું જણાયું હતું.

 આ જ પ્રમાણે ચોરવાડ બંદર વિસ્‍તારમાં દરિયામાંથી માછીમારી કરી પરત આવેલ ‘‘લક્ષ્મી કળપા'' નામની હોડીના માલિક હાર્દિક મૂળજી હોદાર અને ‘‘અલ મદદ'' નામની હોડીના માલિક હુસેન જુસબ લુચાણીએ પણ ઓનલાઇન ટોકન લીધા વગર દરિયામાં હોડી લઈ ગયા હોવાનું ધ્‍યાન પર આવ્‍યું હતું.

આથી ત્રણેય હોડી માલિક સામે લાયસન્‍સની શરતોનો ભંગ કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(1:45 PM IST)