તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
જૂનાગઢમાં યુવાને કોઈ કારણે અને કેશોદમાં પ્રૌઢે કામના ભારણથી ગળાફાંસો ખાધો
પરિવારજનોમાં ગમગીની, પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ જૂનાગઢમાં યુવાને કોઈ કારણે અને કેશોદમાં પ્રૌઢે કામના ભારણથી ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી.
જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા મીત મહેશભાઈ તેરૈયા નામના ૧૯ વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે પંખાની હુકમાં શાલ ભરાવી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર નહિ આવતા પોલીસે રાજેશભાઈ દવેનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
જ્યારે આવી બીજી ઘટનામાં કેશોદના અમળતનગરમાં રહેતા નીતિનભાઈ બાબુભાઈ ગઢીયા નામના ૫૦ વર્ષના પ્રૌઢએ ગઈકાલે ધંધાના કામના ભારણ અને ટેન્શનના કારણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
