તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
કલ્યાણપુર નજીક બંધ ટ્રકની પાછળ બાઈક ટકરાતા તરૂણ ચાલકનું મૃત્યુ
પરપ્રાંતિય યુવાને આપઘાત કર્યોઃ ઢેબરના સગર્ભા મહિલાનું પ્રસુતિ બાદ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૪ નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂભાઈ ધારાણી નામનો ૧૬ વર્ષનો ગઢવી તરુણ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે કલ્યાણપુરથી આશરે ૨૮ કિલોમીટર દૂર ધતુરીયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર કોઈપણ પ્રકારની ર્પાકિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર કે આડસ અને સિગ્નલ રાખ્યા વગર પાર્ક કરીને રાખવામાં આવેલા જી.જે. ૩૨ ટી. ૯૬૭૪ નંબરના એક ટ્રકની પાછળના ભાગે અથડાતા તેને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેનું મળત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતક તરુણના પિતા કારૂભાઈ કાયાભાઈ ધારાણી (ઉ.વ. ૪૫, રહે. નગડીયા ગામની સીમ) ની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે.તપાસ પી.એસ.આઈ. શુક્લા દ્વારા હાથ ધરવામાં આવી છે.
છોટા ઉદેપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા મહેશભાઈ ગુલસિંગભાઈ રાઠવા નામના ૨૫ વર્ષના આદિવાસી યુવાન છેલ્લા કેટલાક સમયથી અંગત બીમારીના કારણે ગુમસુમ રહેતા હોય, ગઈકાલે શુક્રવારે તેમણે એક આસામીની વાડીએ આવેલી ઓરડીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ખુલસિંગ સેંગલાભાઈ રાઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ઢેબર ગામે રહેતા દક્ષાબેન ટપુભાઈ મકવાણા નામના ૨૩ વર્ષના કોળી મહિલા સગર્ભા હોય, જેથી પ્રસુતિ માટે તેણીને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રસુતિ બાદ તેમની તબિયત લથડતા તેમનું સારવાર દરમિયાન મળત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મળતકના પતિ ટપુભાઈ ધીરુભાઈ મકવાણાએ ભાણવડ પોલીસને કરી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
