તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ગીર પંથકના ધુરંધર આહિર અગ્રણી સ્વ.અરજણભાઈ માંડાભાઈ વાઢેરના પત્નિ અમરીમાંનુ અવસાન
સોરઠના સ્વર્ગીય પૂર્વ સાંસદ જસુભાઈ બારડના સાસુ, રસુલપરા(ગીર)ના માજી સરપંચ નગાજણભાઈ વાઢેર તથા શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય નરેન્દ્રભાઈ વાઢેરના માતળશ્રીના અવસાનથી ઘેરો શોકઃ ત્રિવેણી સંગમ-પ્રભાસ પાટણ ખાતે અંતિમ સંસ્કારઃ સગા-સંબંધીઓ-જ્ઞાતિજનો-સામાજિક-રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના લોકો અંતિમયાત્રામાં જોડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ ગીર પંથકના ધુરંધર આહિર અગ્રણી સ્વર્ગીય અરજણભાઈ માંડાભાઈ વાઢેરના ધર્મપત્નિ તથા સોરઠના પૂર્વ સાંસદ સ્વર્ગીય જસુભાઈ બારડના સાસુ તથા રસુલપરા(ગીર)ના માજી સરપંચ નગાજણભાઈ વાઢેર તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય નરેન્દ્રભાઈ વાઢેરના માતળશ્રી અમરીમાં (ઉ.વ.૯૫)નુ ગઇકાલ તા.૧૩-૧૨-૨૦૨૪ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આજે તા.૧૪-૧૨-૨૦૨૪ શનિવારના સવારે ૮ કલાકે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રસુલપરા (ગીર) ખાતેથી નીકળી ત્રિવેણી સંગમ-પ્રભાસ પાટણ ખાતે પહોંચી અંતિમ સંસ્કાર કરાયા હતા. અંતિમયાત્રામાં સગા-સંબંધીઓ-જ્ઞાતિજનો-સામાજીક-રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા અને શોકાંજલી અર્પણ કરી હતી.
સ્વર્ગીય અમરીમાં ખૂબ જ માયાળુ સ્વભાવના હતા અને ‘આહિરનો આશરો' પ્રચલિત વાકયને જીવનમાં ચરિતાર્થ કર્યુ હતુ. ‘અતિથિ દેવો ભવઃ' સુત્રને જીવનમંત્ર બનાવી આતિથ્ય સત્કારને ‘રોટલા'ને વિશેષ મહત્વ આપતા..જસુભાઈ, નગાજણભાઈ કે, નરેન્દ્રભાઈનુ કંઈ કામ હોય તો નાનોમાં નાનો માણસ અમરીમાં પાસે પહોંચી જતો..અને અને અમરીમાંના મોઢેથી નીકળેલ વેણને જસુભાઈ, નગાજણભાઈ, નરેન્દ્રભાઈ વિવેક-આદરપૂર્વક સાંભળી તેમણે ચિંધેલા કામ ટોપ અગ્રતા આપી ત્વરિત પૂર્ણ કરતા..આવા પરોપકારી-માયાળુ અમરીમાંને ઠેરઠેર અશ્રુભીની આંખે શ્રધ્ધાજંલી અર્પાઈ રહી છે.
સ્વ. અમરીબેન અરજણભાઈ વાઢેર તે નગાજણભાઇ, દેવસીભાઇ, નરેન્દ્રભાઈ, કનુભાઈ, ભીમસીભાઇ, અતુલભાઇના માતળશ્રીના અવસાનથી શોકની લાગણી વ્યાપી છે. મો.૯૮૭૯૨ ૯૧૦૦૨
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
