તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
અમરેલીના બાબરકોટમાં ખનન પ્રવૃતિના કારણે પ્રદુષણઃ પાકને નુકશાન મુદે રજૂઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૪: અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકાના કોવાયામાં અલ્ટ્રાટેક સિમેન્ટ લી. કંપની દ્વારા ખનન પ્રવૃતિના કારણે થતુ પ્રદુષણ તથા ખેતી પાકો અને જમીનોનું થતુ નુકશાન અટકાવવા માટે અમરેલી જીલ્લા કલેકટરશ્રીને બાબરકોટના નનાભાઇ ગીગાભાઇ સાંખટ સહિતનાએ રજુઆત કરી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યુ છે કે, આ ખનન પ્રવૃતિના કારણે અમોને તકલીફ પડે છે તેમજ ઘરમાં રજકણો ઉડીને આવે છે. આ રજકણોથી ખેતીનાં પાકને નુકશાન થાય છે. તેમજ જમીનના ફળદ્રુપતા ઘટે છે. રજકણોવાળો ચારો ખાવાથી પશુઓના દુધ ઉત્પાદન શકિત પણ ઘટી ગઇ છે. આ અંગે યોગ્ય કરવા માંગ થઇ છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
