<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રણોત્સવને ખુલ્લો મૂકશે, ચાંદની રાત્રે સફેદ રણમાં રંગારંગ કાર્યક્રમો

બપોરે ૩.૩૦ વાગ્યે સીધા ધોરડો પહોંચશે, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની પણ ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪ : આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કચ્છ આવી રહ્યા છે. તેમના હસ્તે કચ્છના રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાશે. બપોરે ૩.૩૦ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હેલિકોપ્ટર દ્વારા સીધા જ ધોરડો પહોંચશે. ત્યાં સફેદ રણમાં રંગારંગ કાર્યક્રમ સાથે રણોત્સવ ને વિધિવત ખુલ્લો મૂકશે. આમ તો રણોત્સવનો ઔપચારિક પ્રારંભ ગત મહિનાથી જે થઈ ગયો છે. સફેદ રણમાં ચાંદની રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉસ્પસ્થિત રહેશે. રાત્રે જ ધોરડોથી ભુજ એરપોર્ટ થઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ગાંધીનગર પરત પહોંચશે.

(2:52 PM IST)