<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ટંકારા શહેર મધ્યે આવેલ શાક માર્કેટના થડાની આડમાં નશાનો વેપાર કરનારને પકડી પાડતી મોરબી એસઓજી પોલીસ ટીમ

સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા શહેરના ધમધમાટ વાળા માર્કેટ માથી નશીલા પદાર્થ પકડી સ્થાનિક પોલીસને ઉધતી ઝડપી રેડ કરતા ચકચાર મચી

( જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૪ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ એવા ટંકારામાં શાક માર્કેટમાં ગાંજો પકડાતા ચકચાર જાગી છે.

એક યુવાન શાકભાજી સાથે ગાંજો પણ વહેચતો હોય ચૌકસ બાતમી આધારે મોરબી એસ ઓ જી ના પિ આઈ પંડયા સહિતના સ્ટાફે રેડ કરી હોય શનિવારે ભરચક ગિરદી વચ્ચે કાનુની કાર્યવાહી ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટંકારા ટાઉન ખાતે દેશી દારૃની રેડ કરી હતી તો એક દિવસ પહેલા જુગારની રેડ કરી હતી આજે સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા શહેરના ધમધમાટ વાળા માર્કેટ માથી નશીલા પદાર્થ પકડી સ્થાનિક પોલીસને ઉધતી ઝડપી રેડ કરતા ચકચાર મચી જવા પામી છે.

વધુ વિગતો મેળવી રહી છે.

(3:21 PM IST)