<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પાસે અમદાવાદના ભક્ત પોતાનું હેલિકોપ્ટર પ્રસાદીનુ કરવા આવ્યા :જુઓ વિડીયો

પ. પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ હનુમાનજી મહારાજના પ્રાસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનો જળ છાંટી અને હેલિકોપ્ટરને પવિત્ર કર્યું એમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી

રાજકોટ તા.૧૪ : સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ પાસે ભક્તો પોતાની ગાડીને પ્રસાદીની કરવા આવતા હોય છે ત્યારે અમદાવાદના એક પરમ ભક્ત પોતાનું હેલિકોપ્ટર હનુમાનજી મહારાજને ત્યાં પ્રસાદીનો કરવા આવ્યા હતા.

        પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ ભાવથી હનુમાનજી મહારાજના પ્રાસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનો જળ છાંટી અને હેલિકોપ્ટરને પવિત્ર કર્યું. ને એમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

 આમ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં પોતાના વાહનોને પ્રસાદીના કરવા, પૂજા કરવા માટે હજારો ભક્તો આવે છે અને આનંદ ની લાગણી અનુભવે છે.

      કોઈપણ ભક્ત દાદાના દરબારમાં દુરસુદુરથી દર્શન કરવા માટે હેલિકોપ્ટરમાં પણ આવી શકે છે જેના માટે મંદિર તરફથી ૨ હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

(7:33 PM IST)