તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ABVP મોરબી દ્વારા નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થયાંનું પોસ્ટર વિમોચન કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. જેને લઇને અગામી 20 ડિસેમ્બરે L.E કૉલેજ ખાતે ” છાત્ર ગર્જના ” નો કાર્યક્રમ થશે અને ત્યાર બાદ ” છાત્ર શક્તિ ” યાત્રાના રથનું શુભારંભ થશે જે મોરબીના તમામ કૉલેજ કેમ્પસ તથા સૌરાષ્ટ્ર કચ્છ ના કૉલેજ કેમ્પસમાં રથ જશે. આ કાર્યક્રમમા ABVP ના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે. જેનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું. મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
