<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

લખતર પંથકમાં ચાર્ટર્ડ પ્લેનના આંટાફેરાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચા જગાવી, કારણ અકબંધ

છેલ્લા બે દિવસથી પ્લેનનો ચક્કર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

સુરેન્દ્રનગર,તા.૧૫, : સુરેન્દ્રનગરનાં લખતરમાં છેલ્લા બે દિવસથી શંકાસ્પદ ચાર્ટર્ડ પ્લેન ચક્કર લગાવી રહ્યું છે. ત્યારે આ પ્લેન કેમ ચક્કર લગાવી રહ્યું છે. તેની ચર્ચાએ ગ્રામ્ય વિસ્તારમાં ભારે જોર પકડ્યું છે.સુરેન્દ્રનગરનાં લખતરમાં શંકાસ્પદ ચાર્ટર્ડ પ્લેન જોવા મળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. છેલ્લા ૨ દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાર્ટર્ડ પ્લેનનાં આંટા ફેરાને લઈ ગ્રામજનોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોઈ ખાનગી કંપનીનું પ્લેન ચક્કર કેમ લગાવી રહ્યું છે. તે અંગેનું કારણ હજુ અકબંધ છે. ત્યારે છેલ્લા બે દિવસથી પ્લેનનો ચક્કર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરેન્દ્રનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં અચાનક જ પ્લેન જોવા મળતા ગ્રામજનોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. તેમજ ગ્રામજનોમાં અનેક ચર્ચાએ જોર પણ પકડી હતી કે, પ્લેન કેમ ઉડી રહ્યું છે. અને સરકાર દ્વારા જો કોઈ કામગીરી કરવામાં આવી રહી છે તો આ બાબતે જાણ અગાઉથી કરવી જોઈએ. પ્લેનને લઈ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગામમાં પ્લેન ઉડી રહ્યાનાં સમાચાર વાયુ વેગે ગામમાં પ્રસરી જતા નાના બાળકો સહિત ગ્રામજનો પ્લેનને જોવા દોડી ગયા હતા. પરંતું પ્લેન કેમ ઉડી રહ્યું છે. તે બાબતે કારણ અકબંધ રહ્યું હતું.

(12:22 PM IST)