તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
જૂનાગઢના પુજન ઇન્ફ્રાટ્રક્ચર સામે ૨.૪૩ કરોડની છેતરપીંડીની ફરિયાદ
જમીનના સોદા પેટે જુદા જુદા લોકો પાસેથી નાણા મેળવી નાસી ગયા, પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. જૂનાગઢના પુજન ઇન્ફ્રાટ્રક્ચર સામે ૨.૪૩ કરોડની છેતરપીડીની ફરિયાદ થતાં પોલીસે ૨ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢમાં વેપારી આરોપી મનીષ મોહનલાલ કારીયા તથા સંજય ભંડારી મનીષ કારીયાની પુજન ઇન્ફ્રાટ્રકચર પેઢીના નામે ઘણા વર્ષોથી બાંધકામનો ધંધો કરી મકાન બનાવી વેપાર કરે છે.
આ શખ્સોએ જૂનાગઢમાં મધુરમમાં આવેલ બાલાજી હેરિટેજમાં રહેતા રમાબેન નવનીતરાય મહેતા નામના ૬૨ વર્ષના વળદ્ધા તથા અન્ય ભોગ બનનાર વ્યકતીઓને વાત કરી બંનેએ પુજન ઇન્ફ્રાટ્રકચર પેઢીના પેંપ્લેટ અને બાંધકામની સાઇડના ફોટા તથા અખબારથી પુજન ઇન્ફ્રાટ્રક્ચરને મળેલ એવોર્ડના ફોટા બતાવી અને અન્ય બીલ્ડરો કરતા સારા બાંધકામ વાળુ મકાન આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
બાદમાં વળદ્ધા પાસેથી પુજન ઇન્ફ્રાટ્રક્ચરની સાઇડના મુન લાઇટ ઙ્કોજેકટના બ્લોક નં. એ ૦૧ તથા એ ૦૨ના પ્લોટના સોદા પેટેના રૂ. ૩૫ લાખ અને અન્ય વ્યકતીઓ પાસેથી રૂ. ૨.૦૮ કરોડ મળી કુલ રૂ. ૨.૪૩ કરોડ યેન કેન ઙ્કકારે મેળવી લઇ પ્લોટ કે મકાન કે તેઓ પાસેથી લીધેલ રૂપીયા પરત નહી આપી અને
પોતાની ઓફીસ તથા મોબાઇલ બંધ કરી નાસી જઇ કુલ રૂ.૨.૪૩ કરોડ ઓળવી ભાગી ગયા હોવાની ફરિયાદ રમાબેન નવનીતરાય મહેતાએ ગઈકાલે રાત્રે નોંધાવતા બી ડિવિઝન પોલીસે મનીષ કારીયા અને સંજય ભંડારી સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એચ. કે. હુંબલ ચલાવી રહ્યા છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
