તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ઠંડીમાં ઠુંઠવાતુ સૌરાષ્ટ્ર-કચ્છઃ ગિરનાર પ.૯, નલીયા ૭.૮, અમરેલી ૯.૬ ડીગ્રી
ડીસા ૯.૯, રાજકોટ ૧૧, ભુજ ૧૧.૬, વડોદરા ૧ર, ભાવનગર ૧ર.ર, જામનગરમાં ૧ર.૬ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવામાં છે. અને લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે. આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન ગીરનાર ઉપર પ.૯ ડીગ્રી નોંધાયું છે.
જયારે કચ્છના નલીયામાં ૭.૮, અમરેલી ૯.૬, ડીસા ૯.૯, રાજકોટ ૧૧ ભુજ ૧૧.૬, વડોદરા ૧ર, ભાવનગર ૧ર.ર, જામનગરમાં ૧ર.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.
જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ સવારથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જૂનાગઢના ગિરનાર પર્વત પર ૫.૯ ડિગ્રી ઠંડીથી સમગ્ર પર્વતીય વિસ્તાર ટાઢોબોળ થઈ ગયો હતો.
ગયા સપ્તાહથી શરૂ થયેલો ઠંડીનો દોર આજે પણ યથાવત રહેતા ગિરનાર પર્વત પર ૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું જોરદાર આક્રમણ થતાં ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગઈકાલે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે ૧.૯ ડિગ્રી તાપમાન ઘટીને ૧૦.૯ ડિગ્રી નોંધાતા સમગ્ર જુનાગઢ શહેરી વિસ્તાર અને સોરઠ પ્રદેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી.
સવારે ૨.૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફુકાતા વાતાવરણ વધુ બરફીલું થઈ ગયું હતું. ઠંડી વધવાના કારણે સવારે જનજીવનને વ્યાપક અસર થઈ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર.૬, મહત્તમ તાપમાન રપ.૮, ભેજનું પ્રમાણ પ૧ ટકા, પવનની પ.૬, કિ. મી. રહી હતી. (પ-૧૪)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૪.૦ ડીગ્રી
અમરેલી ૯.૬ ડીગ્રી
બરોડા ૧ર.૦ ડીગ્રી
ભાવનગર ૧ર.ર ડીગ્રી
ભુજ ૧૧.૬ ડીગ્રી
દમણ ૧૩.ર ડીગ્રી
ડીસા ૯.૯ ડીગ્રી
દીવ ૧૪.૯ ડીગ્રી
દ્વારકા ૧૬.૪ ડીગ્રી
જામનગર ૧ર.૬ ડીગ્રી
કંડલા ૧૪.૦ ડીગ્રી
નલિયા ૭.૮ ડીગ્રી
ઓખા ર૦.૪ ડીગ્રી
પોરબંદર ૧ર.૦ ડીગ્રી
રાજકોટ ૧૧.૦ ડીગ્રી
સુરત ૧પ.ર ડીગ્રી
વેરાવળ ૧૮.પ ડીગ્રી
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
