તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
લીંબડી પાસે ત્રિપલ અકસ્માત ખંભાળિયાના ટ્રેલર ચાલકનું મોત

વઢવાણઃ તા. ૧૬: જામખંભાળિયાના ગાયત્રીનગરમાં રહેતા પ્રવિણસિંહ હેમંતસંગ ચુડાસમા વડોદરા તરફથી ટ્રેલરમાં જીપસન જેવું ખાતર ભરીને લીંબડીના રળોલ ગામ તરફ આવી રહ્યા હતા. શુક્રવારે મોડી રાતે પ્રવિણસિંહ ડિવાઈડર પાસેથી ટ્રેલર વાળી રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલા ટેન્કર તેમના ટ્રેલર સાથે અથડાતા રળોલ ગામના બોર્ડ પાસે ઉભેલી પીકઅપ કારને પણ ટક્કર મારી હતી. પીકઅપ કાર અને ટેન્કરનો આગળનો ભાગ ખાડામાં ઉતરી ગયા હતા. ટ્રેલરના તો ૨ કટકા થઈ ગયા હતા. ઘાયલ પ્રવિણસિંહને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મળત જાહેર કર્યા હતા.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
