<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ગધેથડ ગાયત્રી આશ્રમ પૂ. લાલબાપુના આશિર્વાદથી મનોબળ મજબૂત થાય છે : ભૂપેન્‍દ્રભાઇ

સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્‍કારનું મહત્‍વ વધુ હોય છે : મહંત પૂ. લાલબાપુ ભાવિકોના આસ્‍થાના પ્રતિક ગધેથડ ગાયત્રી આશ્રમે દત્તજયંતિની ઉજવણી : ગુરૂપૂજનમાં ભાવિકોની ભીડ

ગધેથડ શ્રી ગાયત્રી આશ્રમ અને પૂ. લાલબાપુના દર્શને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ આવ્‍યા હતા. મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અહેવાલ : નિમેશ ચોટાઇ, ભોલુ રાઠોડ-અતુલ ચગ- ઉપલેટા-મોટી પાનેલી)

(કૃષ્‍ણકાંત ચોટાઇ-જગદીશ રાઠોડ-અતુલ ચગ દ્વારા) ઉપલેટા-મોટી પાનેલી, તા. ૧૬ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના  મહંત લાલબાપુના આશીર્વાદ પણ આ તકે લીધા હતા. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્‍યુ હતું કે, ૅ ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્‍થાની જગ્‍યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છેૅ. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્‍ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્‍યારે સંતોના આશીર્વાદથી જન કલ્‍યાણનો અમારો સંકલ્‍પ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૅમાગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે  પૂજ્‍ય લાલબાપુ સમા ગુરૂવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે, એ મારે મન ખૂબ મહત્‍વનું છે. ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્‍વનો હોય છેૅ. આ સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરૂ પૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્‍યમંત્રીએ આયોજકોને બિરદાવ્‍યા હતા.

આ તકે આશ્રમના મહંત  લાલબાપુએ જણાવ્‍યું હતું કે, ૅ સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્‍કારનું મહત્‍વ વધુ હોય છે, સંસ્‍કારનુ સિંચન આધ્‍યાત્‍મિકતાથી થાય છેૅ. આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી.

ગુરૂપૂજનના આ કાર્યક્રમમાં કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,  ભૂપેન્‍દ્ર સિંહ ચુડાસમા,  ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને  કિરીટસિંહ રાણા, ધારાસભ્‍યઓ  મહેન્‍દ્રભાઈ પાડલીયા,  રિવાબા જાડેજા અને  ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા કલેકટર  પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી  નવનાથ ગવ્‍હાણે, ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક  હિમકરસિંહ, અગ્રણી  રવિભાઈ માકડીયા,  અલ્‍પેશ ઢોલરીયા તેમજ બહોળી સંખ્‍યામાં અનુયાયીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:32 PM IST)