<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

જુનાગઢના પ્રભારી તરીકે કોગ્રેસના ૩ આગેવાનોની નિમણુંક

વિરજીભાઈ ઠુંમર, પૂંજાભાઈ વંશ, રહીમભાઈ સોરાની વરણીને આવકારતા આગેવાનો

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૪: જૂનાગઢ મહાનગરપાલિકા ની આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે સૌરાષ્‍ટ્ર ના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેસ કોંગ્રેસના અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર,પૂર્વ ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ,અને રહીમભાઈ સોરા,ની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતા ગુજરાત અને સૌરાષ્‍ટ્રના પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા નિમણુંક ને આવકારી અભિનંદન પાઠવ્‍યા હતા.

 પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્‍યું હતું કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્‍તિસિંહ ગોહિલની સૂચના અનુસાર પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે અમોની નિમણૂક કરવામાં આવી છે અને તા ૧૪/૧૨ના રોજ જૂનાગઢ શહેર નો પ્રવાસ કરવાના છીએ અને જૂનાગઢ નગરપાલિકામાં કોંગ્રેસ કેવી રીતે વિજય પ્રાપ્ત કરે તે દિશામાં કામ કરવામાં આવશે.

(12:39 PM IST)