<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

માલસરના ગજાનન આશ્રમે જોષી પરિવાર દ્વારા આજથી ત્રિદિવસીય અલોૈકિક વિષ્‍ણુયાગનો પ્રારંભ

પુ. ઉષામૈયા પુ. પુરૂષોતમલાલજી ઉપસ્‍થિત રહી આશિવર્ચન પાઠવશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૬: સંપુર્ણજગત જેમાં રહેલુ છે તેવા વિષ્‍ણુ ભગવાન પ્રિત્‍યર્થે બાલકૃષ્‍ણભાઇ એ જોષી પરિવાર દ્વારા તા. ૧૬ ને સોમવારથી તા. ૧૮ ને બુધવાર સુધી શ્રી ગજાનન આશ્રમ માલસર તા સિનોર જી. વડોદરા ખાતે ત્રિદિવસીય  અલોૈકિક વિષ્‍ણુયાગનું આયોજન કરાયુ જેમાં આ વિષ્‍ણુયાગમાં અતિથી વિશેષ તરીકે શ્રી શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના પુ. શ્રી ઉષામૈયા તેમજ પુ. યાગો ૧૦૮ શ્રી પુરૂષોતમ લાલજી (રાજુબાવા) ઉપસ્‍થિત રહી આશિવર્ચન આપશે પુ. સ્‍વ. માતુશ્રી મંજુલાબેન જોષી સ્‍વ. પુ. પિતાશ્રી અંબાશંકર ભાઇ જોષીના આશિર્વાદથી શુભ મનોરથનું આયોજન કરાયું છે.

જેમાં આચાર્યશ્રી પુનિતભાઇ રાજયગુરૂ (અમદાવાદ) વાળા શાસ્‍ત્રોકત વિધી સાથે વિષ્‍ણુયાગની વિધી કરાવશે આજે સવારે ૭ કલાકે પંચાગ કર્મ મંડપ પ્રવેશ વાસ્‍તુ સ્‍થાપન અગિ્ન સ્‍થાપન સાથે આ વિષ્‍ણુયાગ નો પ્રારંભ થયો છે મંગળવારના રોજ સવારે ૭ થી ૯ પ્રાંત પુજા ૯/૩૦ થી ૧ મહાપુજા બપોરે ૨ થી ૬ પુ ધાનહોમ સાંજે પુજા આરતી રાત્રે ૯ કલાકે રાસની રમઝટ બોલશે તેમજ બુધવારના રોજ પ્રાત ૭ થી ૯ પ્રાપ્‍ત પુજા પ્રધાન  રોજ ૧/૩૦ પ્રધાન હોમ સાંજે ૫ કલાકે પુર્ણાહુતિ આરતી અને જલાધાન યજ્ઞમાં વૈદિક પરંપરા જાળવી રાખવા ભારતીય પોષક ફજમાનશ્રીઓ ધારણ કરશે.

આ ત્રિદિવસીય વિષ્‍ણુયાગમાં જમનાદાસ ભાઇ જટાશંકર જોષી ગં. સ્‍વ. વીણાબેન એસ ઠાકર તેમજ ઘનશ્‍યામભાઇ અંબાશંકરભાઇ જોષી અ.સોૈ. શિલાબેન અને કનુભાઇ એ જોષી અ.સોૈ.મિતાબેન મહેશકુમાર ઘનશ્‍યામભાઇ જોષી અ.સોૈ. ઋુષિતાબેન તેમજ વરૂણ અ.સોૈ. દૃષ્‍ટિ તેમજ જયકુમાર સંજીવભાઇ અસો માનસીબેન આ ત્રિદિવસિય વિષ્‍ણુયાગ દરમ્‍યાન બપોરે ૧૨/૩૦ અને સાંજે ૭/૩૦ કલાકે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ ધર્મોત્‍સવમાં ઉપસ્‍થિત રહેવા જોષી પરીવારના બાલકૃષ્‍ણભાઇ એ જોષી અને પુષ્‍પાબેન બાલકૃષ્‍ણભાઇ એ પરિવારજનો વતી લાભ લેવા નિમંત્રણ પાઠવાયુ છે તેમજ કનું ઘનશ્‍યામભાઇ જોષી તથા કનુભાઇ જોષી દ્વારા આ વિષ્‍ણુયાગ આપી શકાય છે.

(1:45 PM IST)