તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
જેતપુરમાં હવસખોરે ગાય સાથે દુષ્કર્મ કર્યુ
સીસીટીવી ફુટેજના આધારે અજાણ્યા શખ્સ સામે વેપારીની પોલીસમાં ફરીયાદઃ હવસખોર સામે ફિટકાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૬: જેતપુરમાં હવસખોર શખ્સે ગાય સાથે દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ શહેરના ભાદર ના સમા કાંઠા મેઇન રોડ પર રહેતા રામદેવભાઈ સામતભાઈ સાંજવા તેના કુટુંબી ભાઈ નીતિનભાઈ ની ક્રિષ્ના મોબાઇલ નામની દુકાન નો સીસીટીવી કેમેરો ત્રાંસો થઈ ગયેલ હોય તેને રીપેરીંગ કરતા હતા દરમિયાન સીસીટીવીનું ફૂટેજ જોતા રાત્રિના એક વાગ્યાના અરસામાં કોઈ વિકળત માણસ ધરાવતો નરાધમ ત્યાં બેઠેલ ગૌમાતા પાસે પાછળ બેસી દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોવાનું દેખાયેલ આ ગૌમાતા ત્યાંથી ઊભી થઈ જતી રહે આ નરાધમ ત્યાંથી ઊભો થઈ સામેની બાજુ બેસેલ ગાય પાસે જઈ ત્યાં પણ આ હરકત કરતો હોય આ તમામ વિડીયો સીસીટીવી કેમેરામાં આવી જતા ગૌ પ્રેમી રામદેવભાઇ સાનજવા એ આ શખ્સ વિરુદ્ધ ઉદ્યોગ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વીડિયોમાં દેખાતો શખ્સ કે જેણે સિલ્વર કલર નું આખી બાઈનું ટીશર્ટ પહેરેલ જેમાં સુપર ડે લાલ અક્ષરથી લખેલું હોય તે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે. ગાય સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર શખ્સ સામે લોકોમાં ફિટકાર વરસી રહયો છે. પોલીસ આ હવસખોર શખ્સને પકડી આકારી કાર્યવાહી કરે તેવી ગૌભકતોમાં માંગણી ઉઠી છે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
