<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

જામનગરઃ ખીજડીયામાં પક્ષીઓનો મેળો

શિયાળો સોળે કળા એ ખિલ્‍યો હોય તેવો અહેસાસ સૌ કોઈ ને થઈ જ રહયો છે.. અને આ શિયાળાના આપણા દેશ-વિદેશના મહેમાનો એટલે પક્ષીઓ. બરફીલા દેશો અને પ્રદેશો માંથી ગુજરાત અને ખારા કરીને પક્ષીઓના સ્‍વર્ગ એવા જામનગર-રાજકોટ રોડ પર આવેલા વિશ્વ વિખ્‍યાત ખીજડીયા પક્ષી અભ્‍યારણ્‍યમાં તો જાણે દેશ-વિદેશના પક્ષીઓનો મેળો જામે.. આ વરશે પણ પેલિકન,ગાજ હંસ, સુરખાબ, કાળી ડોક ઢોંક, પીળી ડોક ઢોંક, સ્‍પુનબીલ, માર્શ હેરીયર, પોચાર્ડ સહિતની વિવિધ પ્રકારની બતકો સહિતના ૩૦૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓ નું આગમન થઇ ચુકયું છે,પક્ષીઓની સાથો સાથ શિયાળ, જંગલી બિલાડી,નિલગાય, નોળીયા, લોમડી, જંગલી ભુંડ સહિતના જંગલી પ્રાણીઓ પણ આ અભ્‍યારણ્‍યમાં જોવા મળી રહયા છે.વિવિધતા ધરાવતા આ અભ્‍યારણ્‍યમાં વહેલી સવારથી પક્ષીઓનો કલબલાટ અને કલરવ અભ્‍યારણ્‍યને સતત ગુંજતું રાખે છે. પાર્ટ-૧ અને પાર્ટ-૨ માં ખારા અને મીઠા પાણીનાસ્ત્રોતથી કુદરતી રીતે બનેલા આ આશરે ૧૨ ચો.કી.મી.ના અભ્‍યારણ્‍યને રામસર સાઈટ જાહેર કરાયા બાદ ખુબ સારી રીતે વિકાસ કરવામાં આવેલ છે.. પક્ષીઓ માટે દેશી બાવળ,વડલા અને પીલુડી સહિતના અનેક વળક્ષોનું મોટી સંખ્‍યામાં વાવેતર પણ કરવામાં આવેલ છે.. આ વરસે વન વિભાગ દ્વારા ૬ જેટલા નેચર કેમ્‍પ મળેલા છે જેમાં ગુજરાતભરમાંથી શાળા કોલેજના વિદ્યાર્થિઓ ભાગ લઈ પ્રકળતિનું શિક્ષણ મેળવે છે આર.એફ.ઓ દક્ષાબેન વઘાસીયાના જણાવ્‍યાનુસાર આ અભ્‍યારણ્‍યમાં મોટી સંખ્‍યામાં પક્ષી અને પર્યાવરણ પ્રેમીઓ અને લોકો મુલાકાત લઇ રહયા છે અને આગામી માસમાં પક્ષી ગણત્રી નું પણ વિભાગ દ્વારા આયોજન કરવામાં વિચારણા છે. તેમજ પ્રવાસીઓ માટે પણ કુબ સરળતાપુર્વકની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવેલ છે. ગાઈડ,દુરબીન પાણી સહિત ની વ્‍યવસ્‍થા ઉપરાંત પક્ષીઓને કે પર્યાવરણને નુકશાન ન થાય તે માટેની જાગળતતા અંગે સમજણ અને સાઇન બોર્ડ તેમજ સીકયોરીટી ગોઠવવામાં આવેલ છે. (તસ્‍વીરોઃ- વિશ્વાસ ઠકકર)

(1:58 PM IST)