તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
વાંકાનેરમાં રસ્તાના કામ શરૂ કરવાની ખાત્રી મળતા ચક્કાજામ કાર્યક્રમ મોકૂફ
મામલતદારને આવેદન પત્ર પાઠવીને રસ્તાના કામ મુદે રજૂઆત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬ :.. વાંકાનેરમાં રાજકોટ ઓકટ્રોય નાકા-વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો રસ્તો બનાવવા આજે પત્રકાર મહમદભાઇ રાઠોડની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.આ રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની નાયબ કલેકટરશ્રી સાકરીયા અને મામલતદારશ્રી સાનીયા અને પી. આઇ. શ્રી ઘેલાની હાજરીમાં ખાત્રી મળતા રસ્તા રોકો આંદોલન મોકૂફ રાખેલ હતું.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
