<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

કચ્‍છના ઘડુલી ગામે ટ્રેલરમાં બાઈક ભટકાતા નોકરીએ જતાં બે મિત્રોના અરેરાટીભર્યા મોત

જીએમડીસી ની ઉમરસર ગામે આવેલ લિગ્નાઇટની ખાણમાં નોકરી કરતા હઠુભા દાનસંગજી જાડેજા અને પ્રફુલ પ્રેમજી યાદવના મોતથી અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭:  માર્ગ અકસ્‍માતોની વણથંભી વણઝાર રાજમાર્ગોને રક્‍ત રંજિત કરી રહી છે. વાહન પાર્ક કરવાનું હોય કે વાહન ચલાવતા હોઈએ ત્‍યારની વાત હોય આપણી થોડી બેદરકારી જાનલેવા બની શકે છે, એ વાત સૌ વાહનચાલકો એ સમજવા ની જરૂર છે. કચ્‍છના લખપત તા. ના છેવાડાના ઘડુલી ગામે રસ્‍તા ઉપર પાર્ક કરેલ પવનચક્કીનો સમાન લઈ જતા ટ્રેલરમાં બાઈક ઉપર જઈ રહેલા બે મિત્રો ભટકાયા હતા. આ અકસ્‍માતમાં બંને મિત્રો ૩૭ વર્ષીય હઠુભા દાનસંગજી જાડેજા અને ૫૫ વર્ષના પ્રફુલ પ્રેમજી યાદવ ના અરેરાટીભર્યા મોત નિપજ્‍યા હતા. બંને મળતક જીએમડીસી ની ઉમરસર ગામે આવેલ લિગ્નાઇટ ની ખાણમાં નોકરી કરતા હતા. ટ્રેલરમાં આઈનોક્‍સ વિન્‍ડ કંપનીનો સામાન હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:56 AM IST)