<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

નકલી ઇડી મુદ્દે આમ આદમી પાર્ટી આકરા પાણીએઃ કાર્યકરોના સૂત્રોચાર ગોપાલ ઈટાલિયા કચ્‍છના ગાંધીધામ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા

પોલીસ તપાસ અંગે એસપીના નિવેદન બાદ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાએ ગળહમંત્રી અને પોલીસ કામગીરી સામે હલ્લાબોલ બોલાવી કર્યા સવાલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬: નકલી ચ્‍ઝ પ્રકરણમાં ઝડપાયેલ સૂત્રધાર અબ્‍દુલ સત્તાર માંજોથી આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું અને તે આપના નેતાઓ સાથે સંપર્કમાં હોવાનું તેમ જ તપાસ દરમ્‍યાન જરૂર પડ્‍યે આપના નેતાઓની પૂછપરછ થઈ શકે છે એવું શનિવારે પૂર્વ કચ્‍છ એસપી સાગર બાગમારે જણાવ્‍યું હતું. આ અગાઉ આપ ના નેતાઓ સાથે ગળહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીના ફોટા સાથે ટ્‍વીટ કર્યું હતું. રાજકીય ગરમાટો સર્જનાર આ સમાચારો વચ્‍ચે આજે આપ ના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા કચ્‍છના ગાંધીધામ પહોંચ્‍યા હતા. અહીં આપ પાર્ટીના કાર્યકરો સાથે તેઓ ગળહમંત્રી હર્ષ સંઘવી અને એસપી સાગર બાગમાર વિરુદ્ધ પોલીસની કામગીરી અંગે સવાલોના સૂત્રોચ્‍ચાર અને વિરોધ દર્શાવતા પોસ્‍ટરો સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતા. ગોપાલ ઈટાલિયા એ પડકાર ફેંકતા કહ્યું હતું કે જો હું કસૂરવાર હોઉં તો મારી ધરપકડ કરો. રાજ્‍યમાં ચાલતા નકલી ના ખેલ વચ્‍ચે સરકાર અને ગળહમંત્રી શરમ કરે અને સખ્‍ત કામગીરી કરે. સરકાર નકલી કોર્ટ, નકલી જજ, નકલી સરકારી કચેરી, નકલી આઈએએસ અધિકારી, નકલી પોલીસ જેવા કિસ્‍સાઓમાં કડક કાર્યવાહી કરે. નકલી ચ્‍ઝ ના કેસમાં મારા નામ અંગેના પોલીસના નિવેદન બાદ હું સામેથી પોલીસ સામે હાજર થવા આવ્‍યો છું.

(10:00 AM IST)