<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

મગફળીના ભાવ બેસી જતા કેશોદના બજારોમાં શાંત વાતાવરણ દેખાય છે

લગભગ તમામ ધંધાર્થીઓની એકજ વાત છે ઘરાકી નથી

(દિનુભાઇ દેવાણી દ્વારા)  કેશોદ તા. ૧૭: ગયા વરસનું ચોમાસુ લગભગ દિવાળી સુધી લંબાયુ વરસના અંતિમ દિવસોમાં મગફળી ઊપાડવાની શરૂ કરી ત્‍યારે ખેત મંજુરોની તંગી અને હવે મગફળી તૈયાર થઇ તો બઝાર ભાવ તળીયે પહોંચી ગયા. પરિણામે દર વરસની જેમ બજારોમાં તેજી દેખાતી નથી શાંત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે દરેક વ્‍યાપારીપાસે એકજ વાત છે ધરાકી નથી.

સામાન્‍ય રીતે દર વરસે ચોમાસુ નવરાત્રિના દિવસ શરૂ થાય ત્‍યાં સુધીમાં લગભગ પુરૂ થઇ ગયુ હોય છે. પરંતુ આ વરસે વરસાદ છેક દિવાળી સુધી ચાલુ રહ્યો હતો હવે જયાં સુધી ખેતરોમાં પાણી ભરેલા હોય ત્‍યાં સુધી મગફળી ઊપાડી શકાય નહી. મગફળી ઉપાડવા જેવુ વાતાવરણ ઊભુ થયુ ત્‍યાં ખેત મજુરોની અગાઉ કયારેય નહોતી તેવી અછત હતી ૪૦૦ રૂા. રોજમાં આવતો મજુર ૬૦૦ રૂા આપવા છતા મળતો ન હતા અને સાંજે હા પાડે પરંતુ સવારે કામ ઉપરના આવે. આવી કઠણાય વચ્‍ચે ખેડૂતો આ વરસે માંડ મગફળી તૈયાર કરી શકયા.

અને જયા મગફળી તૈયાર થઇ બઝારમાં વહેચવા માટે આવ્‍યા તો ભાવ દિવસે-દિવસે ઘટતા ગયા ૨૮-૨૯ હજારનો ભાવ ઘટતા-ઘટતા અત્‍યારે ૨૨-૨૩ હજાર આવી ગયા અને  પણ સારા માલના  ૨૨-૨૩ નો ભાવ આવેતો  ખેડૂતને આ  મગફળી તૈયાર કરવામાં થયેલ ખર્ચનો માંડ પહોચી શકે ગયા વરસે આજ મગફળીને ભાવ આજ દિવસોમાં ૨૮-૨૯ હજાર જેવો હતો ભાવની આ સ્‍થિતિમાં ખેડૂત કરે પણ શું? ભાવની આ સ્‍થિતિના કારણે અત્‍યારે સધ્‍ધર ખેડૂત મગફળી વહેચવા નયી પરંતુ જે નાના અને જરૂરિયાત વાળા ખેડૂતો છે એજ પોતાનો માલ વહેચે છે.

મગફળીના ભાવની આ સ્‍થિતિની સીધી અસર બઝારોમાં દેખાય છે. આ વિસ્‍તારના લગભગ ૯૦ ટકા લોકો સીધા યા આડકતરી રીત ખેતી સાથે સંકળાયેલા છે. મગફળીના ઓછા ભાવના કારણે વહેચાણથતુ નથી અને બજારમાં રૂા. ફરતા નથી બઝારમાં રૂા. નહી ફરવાની અત્‍યારે લગભગ કોઇ ધંધામાં ઘરાકી નથી ગમે તે વ્‍યાપારીને પુછીએ ત્‍યારે એકજ જવાબ મળે છે.  ઘરાકી નથી લગ્નની સીઝનનો પ્રથમ રાઉન્‍ડ પુરો થયો કમુહર્તા બેસી ગયા છતા ઘરાકીના નીકળી જયારે વ્‍યાપારીઓ માટેતો રોજે રોજના જે વહીવટી ખર્ચા ચડે છે. એતો બધા જેમના તેમજ છે.

(10:01 AM IST)