News of Tuesday, 17th December 2024
ઠારમાં વધારો સાથે પવનના સુસવાટાથી હવામાન ઠંડુગારઃ નલીયા ૬.પ, ગિરનાર ૭.૧ ડીગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારે વધુ ઠંડકઃ જો કે બપોરના સમયે પણ શિયાળાની વર્તાતી અસર : રાજકોટ ૧૦.૮, ડીસા ૧૧, જામનગર ૧૧.પ, અમરેલીમાં ૧૧.૬ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠારમાં વધારો થયો છે. પવનના સુસવાટાથી હવામાન ઠંડુગાર થઇ ગયું છે.આજે કચ્છના નલીયામાં ૬.પ ડીગ્રી, ગિરનાર ૭.૧, રાજકોટ ૧૦.૮, ડીસા ૧૧, જામનગર ૧૧.પ, અમરેલી ૧૧.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આગામી એક સપ્તાહ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં પવનની દિશા બદલાવાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ તરફનાં પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજકોટમાં તાપમાનનો પારો ગગડ્યો છે.
ઠંડી દરમ્યાન વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવું. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો. શકય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીન યુકત સાબુનો ઉપયોગ કરવો. ઉપરોકત તમામ બાબતો જરૂરી આરોગ્ય શિક્ષણ આરોગ્ય કર્મચારી દ્રારા આપેલ માર્ગદશન મુજબ રોજીંદી જીવન શૈલીમાં કાળજી રાખવા જાહેર ઉપરોકત તમામ બાબતોની કાળજી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ સોરઠમાં આજે સવારે તાપમાનમાં વધારો થયો હતો જોકે જૂનાગઢના ગિરનાર પર્વત પર ૭.૧ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી નોંધાયા બાદ રાત્રિનું તાપમાન વધીને ૧૬.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. અને આજે સવારે ૧.૨ ડિગ્રી લઘુતમ તાપમાન વધીને ૧૨.૧ ડિગ્રી નોંધાતા ઠંડીમાં આંશિક રાહત રહી હતી.બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું અને કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુકાતા વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૧. પ ડીગ્રી મહતમ તાપમાન ર૬.૬ ડીગ્રી ભેજનું પ્રમાણે પપ ટકા અને પવનની ગતી પ.૬ કી.મી. રહી હતી. (૪.૧૮)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૭.૧ ડીગ્રી
અમદાવાદ ૧૧.૮ ડીગ્રી
અમરેલી ૧૧.૬ ડીગ્રી
બરોડા ર૦.ર ડીગ્રી
ભાવનગર ૧૪.૪ ડીગ્રી
ભુજ ૧૧.પ ડીગ્રી
દમણ ૧૩.૦ ડીગ્રી
ડીસા ૧૧.૦ ડીગ્રી
દીવ ૧૩.૧ ડીગ્રી
દ્વારકા ૧૭.ર ડીગ્રી
જામનગર ૧૧.પ ડીગ્રી
કંડલ ૧૪.૦ ડીગ્રી
નલિયા ૬.પ ડીગ્રી
ઓખા ૧૯.૬ ડીગ્રી
પોરબંદર ૧ર.૮ ડીગ્રી
રાજકોટ ૧૦.૮ ડીગ્રી
સુરત ૧પ.૪ ડીગ્રી
વેરાવળ ૧૭.૧ ડીગ્રી
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
