<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

હળવદના કેદારિયા નજીક ટ્રેન હડફેટે બે માસૂમ બાળકોના મોત, માતાને ગંભીર ઇજા

ત્રણ બાળકોને લઈને માતા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી તે વેળાએ સર્જાઈ દુર્ઘટનાઃ દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ

 ( દીપક જાની દ્વારા )  હળવદ તા.૧૭ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા ૧૦૯ નંબરના નાલા પાસેકાલે  બપોરના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા નામના મહિલા તેના ત્રણ બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન માલગાડીની હડફેટે બે બાળકોના મોત નિપજ્યા છે.

આ અકસ્માતમાં ગોપીબેન દશરથભાઈ બજાણીયા ઉ.વ.૫ અને નિકુલ દશરથભાઈ બજાણીયા ઉ.વ. ૩.૫ના મોત નિપજ્યા છે. જ્યારે તેમના માતા મંગુબેન દશરથભાઈ બજાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ મામલે રેલવે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે બનાવ અંગે જાણ થતાં સરપંચ  ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓએ આ મામલે તંત્રને જાણ કરી હતી.

(11:27 AM IST)