<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

છાછર ગામના લોકપ્રિય અગ્રણી હુસેનભાઇનું અકસ્માતે મોત

આલીદર સનવાવ રોડ પર એક અજાણ્યા બાઇક સવારે અથડાવી હતી

કોડીનાર તા. ૧૭:  કોડીનાર વિસ્તાર માં  દર્દનાક અકસ્માત સર્જાયો હતો તેમાં છાછર ગામના ઘાંચી  સમાજ ના લોકપ્રીય અને જાણીતા અગ્રણી હુસેન ભાઈ વાકોટ નું  સવારે સનવાવ તરફસવારે  જતા હતા તે સમય સામે થી એક અજાણ્યા બાઈક સવાર GJ 21 R ૧૬૦૦ સામે રોંગ સાઈડમાં આવતા અથડાવી હતી અને ઘટના સ્થળે મોત નિપજ્યું હતું  

આલિદર સનવાવ રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો  હુસેનભાઈ હાજી બચું ભાઈ વાકોટ મોત થયું છે તેની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે  અને ડેડ બોડી ને કોડીનાર ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવી હતી ઉલેખનીય એ છે હુસેન ભાઈ ખુબ લોકપ્રિય અને ખુબ જ સારા વ્યકિત તરીકે તેમની છબી પુરા તાલુકા માં ધરાવતા હતા.

(11:27 AM IST)