<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

બગસરા સિવિલ હોસ્પિટલમાં દાંત માટેના એકમાત્ર ડોકટર

સારવાર કરવાના બદલે અમૃત કાર્ડ કાઢવા અમરેલી કામગીરી અપાતા નારાજગી.....

( સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૧૭ બગસરા સિવિલ હોસ્પિટલ રોગ ચાળો વકરતા દર્દીઓથી ભરચક રહેતી હોય છે. તેમજ અન્ય બીમારી જેવીકે દાંતની સારવાર માટે લોકો સિવિલમાં આવતા હોય છે, આર્થિક રીતે પછાત વર્ગના લોકોને દાંતની સારવાર ખુબ જ મોંઘી હોવાથી સિવિલનો સહારો લેતા હોય છે ત્યારે અહીંના દાંતના ડોકટર ના હોવાથી ના છૂટકે દર્દીઓ પાસે પૂરતા પ્રમાણમાં રૃપિયા ના હોવા છતાં ઉછીના પાછીના કરીને પણ ખાનગી હોસ્પિટલમાં જવા મજબુર થવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા અહીંયા દાંતના ડોકટર હોવા છતાં માઁ કાર્ડ તેમજ અમૃત કાર્ડ કાઢવાની કામગીરી કરવા માટેે અમરેલી ખાતે મુકવામાં આવેલા છે. જયારે શુ તંત્ર પાસે આ એક જ ડોકટર છે કે જેને કાર્ડ કાઢવાની કામગીરી આવડતી હોય,જો તંત્ર દ્વારા આ ડોકટરના બદલે અન્ય કોમ્યુટરના જાણકાર કોઈ છોકરાને મુકવામાં આવે તો અહીંના દર્દીઓની પરેશાનીમાં રાહત થઈ શકે.

આ બાબતે સી ડી એચ ઓ ડો આર એમ જોશી ને અનેકવાર રજૂઆત કરી છતાં દર્દીઓ હેરાન થાય છે તો સરકારશ્રી આ અઘોર તંત્રને જગાડે અને અહીંના દાંતના ડોકટરને ફરી પાછા કાયમી બગસરા સિવિલ હોસ્પિટલમાં મુકવામાં આવે જેથી દર્દીઓને દાંતની સારવાર અહીંયા થઈ શકે જેથી આર્થિક રીતે પછાત લોકોના રૃપિયા બગડે નહિ તેવી લોકોમાં માંગ ઉઠી છે

(11:29 AM IST)