<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ધોળકા પાસે અકસ્માતમાં બાઇક ઉપરથી નીચે પટકાતા સિંધરેજના યુવકનું મોત

વઢવાણ તા.૧૭: ધોળકા-બાવળા રોડ પર સિંધરેજ ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ ગંભીર અકસ્માતમાં ૧૯ વર્ષીય જગદીશ રૃપસંગભાઈ ઠાકોરનું મોત થયું છે. હાઈવ પર સિંધરેજ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કરના કારણે બાઈક ટ્રક નીચે ઘૂસી ગયુ હોવાનું વીડિયોમાં દેખાય છે. બાઈક ચાલક નીચે પટકાયો અને અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ટોળાંમાંથી એક શખ્સ દ્વારા પોલીસ અને એમ્બ્યુલ્સને જાણ કરવામાં આવી. દરમ્યાન અકસ્માતમાં લોકો ભેગા થવાનો લાભ ઉઠાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઈ ગયો. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી ટ્રક અને બાઈકનો નંબર નોંધ્યો.

ટ્રકના નંબરના આધારે ચાલકની માહિતી પોલીસ મેળવશે. યુવક કોઈ કામસર બાઈક લઈને જતો હતો. ત્યારે ટ્રક ચાલકની બેદરકારીના કારણે યુવકના બાઈક સાથે અથડામણ થઈ. અને આ અકસ્માત એટલો ભયાનક હતો કે નીચે પટકાતા જ યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. યુવકના મોતના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો. બાવળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તમામ સ્થિતિનો તાગ મેળવ્યો. ટ્રકનો નંબર નોંધી ફરાર ચાલકની શોધ કરવા હિલચાલ તેજ કરી છે.

(11:38 AM IST)