<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ઉપલેટા-જામકંડોરણા-જેતપુર પંથકમાં રમતગમતના મેદાનો તથા સ્કૂલોમાં કલેકટરનું નિરિક્ષણ

રાજકોટ તા. ૧૭:  જિલ્લાના તાલુકા વિસ્તારમાં અલગ- અલગ ૧૧ જેટલે રમત ગમત માટે મેદાનો વિકસાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જામકંડોરણાના જશાપર ગામ ખાતે રમતગમત સંકુલ પ્રોજેકટનું નિરીક્ષણ અને સમીક્ષા માટે કલેકટર પ્રભવ જોશી ખુદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરને જરૃરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને વહેલી તકે રમત ગમતના મેદાનો તૈયાર કરવા આદેશો કર્યા હતા. સાથો સાથ કલેકટર દ્વારા ઉપલેટા તેમજ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામ ખાતે પીએમ શ્રી સ્કૂલની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં રહેલી સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલાસરૃમમાં જઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી અને સ્કૂલમાં મળતી સુવિધાઓ અંગે પણ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવી હતી.

(11:40 AM IST)