<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ચોરાઉ એકટીવા સાથે લાઠી અને દસાડાના શખ્સો ઝડપાયા

ધ્રાંગધ્રામાં દુકાન પાસેથી ઉપડી ગયેલ !

વઢવાણ, તા., ૧૭:  ધાંગધ્રા બસ સ્ટેશન પાછળ આવેલ અંબીકા સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય ચીરાગ કીરીટકુમાર સંઘવી ઝાલાવાડ ગ્રાઉન્ડ સામે નવકાર ટાયર નામની દુકાન ધરાવે છે.  પોતાનું એકટીવા દુકાન બહાર પાર્ક કર્યુ હતુ. જયારે બપોરના  દુકાન બંધ કરીને જોતા એકટીવા નજરે પડયુ ન હતુ. તેઓએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે કોઇ એકટીવા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મુળ લાઠી તાલુકાના ધામેલ ગામના અને હાલ વિરમગામ રહેતા શાદુરભાઈ શેરાભાઈ વાઘેલાને ચોરીના એકટીવા સાથે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં આ એકટીવા મુળ દસાડાના અને હાલ વિરમગામ રહેતા સવજી કાંતીભાઈ પાસેથી લીધુ હોવાનું ખુલ્યુ હતુ.

આ અંગેની માહીતી ધ્રાંગધ્રા સીટી પોલીસને મળતા પીઆઈ એમ.યુ.મસીની સુચનાથી પીએસઆઈ એસ.એમ.સોલંકી, ધીરૃભા પરમાર, સરફરાઝભાઈ મલેક સહિતનાઓએ સવજી કાંતીભાઈની ધરપકડ કરી હતી.  બન્ને શખ્સો પાસેથી ચોરીનું એકટીવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:41 AM IST)