<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

જામનગર પાસેના જંગલમાં ‘નોળિયા'નો શિકાર કરનારા બે શખ્‍સો ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ : મુખ્‍ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક, જામનગર  આર.સેન્‍થીલ કુમાર   નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર મતી રાધીકા પરસાણાએ  જીલ્લામાં ચાલતી વન્‍યજીવ શિકારની પ્રવળતિ અટકાવવા માટે માર્ગદર્શન/સુચના અનુસંઘાને રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક સિક્કા  પી.બી.કરમુર દ્વારા વિવિઘ ટીમો બનાવી વાડીનાર રાઉ વિસ્‍તારના જાખરકોઠા અનામત જંગલ વિસ્‍તાર ખાતે પેટ્રોલિંગની કામગીરીનું આયોજન કરવામાં આવેલ.

ફોરેસ્‍ટ સ્‍ટાફ ટીમના સભ્‍યો જાખરકોઠા અનામત જંગલ વિસ્‍તાર ખાતે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન અનામત જંગલ વિસ્‍તાર ખાતે ગેરધોરણે પ્રવેશ કરી લોખંડનો ફાસલો ગોઠવી વન્‍યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ના અનુસૂચી ૧ ભાગ-એ (૯૬) વામનદેહિ ભારતીય નોળિયા ને ફાસલામાં ફસાવી શિકાર કરાયેલી હાલતમાં બનાવના સ્‍થળેથી વનપાલ વાડીનાર  હુસેનભાઈ ઓ. ગાધની ટીમના સભ્‍યો દ્વારા બે ઇસમોને માલ સાથે પકડી પાડી વન્‍યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ (સુધારા અધિનિયમ-૨૦૨૨) ની કલમ ૨ (૧,૨,૧૨બી, ૧૬-ક,ખ, ૨૨, ૩૧, ૩૩, ૩૫, ૩૬), ૯,૩૯,૪૪,૪૯-ખ,૫૧,૫૨,૫૫,૫૭ વિવિધ કલમની ભંગ બદલનો નીચે વિગતેના ઈસમો વિરૂધ્‍ધ વન્‍યજીવ અપરાઘનો ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી.

એડી.ચીફ જ્‍યુડી. મેજીસ્‍ટ્રેટ  જામનગરની કોર્ટમાં સરકાર તરફે અમો રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર સિક્કા  પી.બી.કરમુર સરકારી વકીલ મારફત રિમા અરજી સાથે આરોપીઓને રજુ કરતા. દિન-૧ ના રિમાન્‍ડ મંજુર કરવામાં આવેલ. જેથી જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારના શિકારની પ્રવળતિ સાથે સંકળાયેલા ઇસમોમાં ફફળાટ વ્‍યાપી ગયો છે.

આરોપી (૧)દિનેશ સવજી પરમાર(ર) પરેશ ધીરૂભાઈ વાઘેલા પાસેથી   શિકારમાં ઉપયોગ થયેલ ફાસલા નંગ-૨, મોટરસાયકલ સહિતનો અંદાજીત રકમ રૂપિયા ૫૧૦૦૦/- નો ાલ કબ્‍જે લેવામાં આવેલ છે.

(11:45 AM IST)