<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પોરબંદર જિલ્લાના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ૭ વર્ષમાં ૪પ૩૩,૮પ લાખનું ચુકવણું

પોરબંદર, તા.૧૭: પોરબંદર જિલ્લાનાં ખેડૂતોને છેલ્લાં સાત વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૭-૧૮થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ.૪૫૩૩.૮૫ લાખની  કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજના હેઠળ સહાય ચુકવવામાં આવી છે

જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાની સહાય વર્ષ  ૨૦૧૭-૧૮ માં રૂ. ૫૨૯.૫૯ લાખની સહાય,વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂ. ૪૨૩.૦૬ લાખની સહાય,વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ. ૫૨૮.૩૨ લાખની સહાય,વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ. ૬૧૬.૯૫ લાખની સહાય,વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ. ૭૯૭.૮૪ લાખની સહાય,વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ. ૫૮૬.૯૬ લાખની સહાય,વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૧૦૫૧.૧૩ લાખની સહાય એમ છેલ્લાં સાત વર્ષમાં રૂ.૪૫૩૩.૮૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. જેમાં જિલ્લાનાં ખેડુતોને છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ ૨૦૨૩-૨૪નાં વર્ષમાં રૂ. ૧૦૫૧.૧૩ લાખની સહાય ચુકવવામાં આવી છે.

રાજ્‍ય સરકાર દ્વારા અનેક ખેડૂતલક્ષી નિર્ણયોનાં કારણે કળષિ ક્ષેત્રે દેશમાં ભાગીદારીનીમાં ગુજરાત દિવેલા પાકમાં વાવેતર, ઉત્‍પાદન અને પ્રતિ હેકટર ઉત્‍પાદનમાં પ્રથમ સ્‍થાને તેમજ મગફળી પાકમાં વાવેતર અને ઉત્‍પાદનમાં પ્રથમ સ્‍થાને અને ચણા અને રાયડાના પ્રતિ હેક્‍ટર ઉત્‍પાદનમાં પ્રથમ નંબરેનું સ્‍થાન ધરાવે છે.

કપાસના વાવેતર, ઉત્‍પાદન અને પ્રતિ હેક્‍ટર ઉત્‍પાદનમાં દ્વિતીય સ્‍થાને તેમજ તલ પાકના ઉત્‍પાદનમાં બીજા નંબરે અને સોયાબીન અને તુવેરના પ્રતિ હેક્‍ટર ઉત્‍પાદનમાં બીજા નંબરનું સ્‍થાન ધરાવે છે.

(11:47 AM IST)