<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

મોરબી : પુત્રી દ્વારા દિવંગત પરિવારજનોના જન્‍મદિનની ફ્રી મેડિકલ કેમ્‍પ યોજી અનોખી ઉજવણી કરાઈ

ડો. હસ્‍તીબેન મહેતાના ૧૫૦ મેડિકલ કેમ્‍પ પુરા થયાઃ દિવંગતોની સ્‍મળતિમાં કોશિકાબેન (કવિ) રાવલના સૌજન્‍યથી આયોજીત કેમ્‍પમાં દર્દીઓને તપાસવા સાથે ફ્રિ દવા આપવામાં આવી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબી ખાતે ફિદાઈ પાર્ક, શનાળા બાયપાસ પાસે પોતાના પરિવારના દિવંગતો સ્‍વ. નર્મદાબેન (ફઈબા) સ્‍વ.પિતા મનહરલાલભાઈ તેમજ માતા નિરૂપમાબેન ના જન્‍મદિનની સ્‍મળતિમાં કૌશિકાબેન (કવિ) રાવલના સૌજન્‍યથી ડો. હસ્‍તીબેન મહેતાના કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેનાથી ડો. હસ્‍તીબેન મહેતાના ૧૫૦ કેમ્‍પ સંપન્ન થયા હતા. આ કેમ્‍પમાં દર્દીઓને તપાસી, તેમનું બીપી, સુગર ચેક કરી તેમને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી. સાથો સાથ આ કેમ્‍પમાં વા સહિતના દુખાવાના દર્દીઓને જયસુખભાઇ ભાલોડીયા દ્વારા પોઇન્‍ટ દબાવવા સાથે સારવાર આપવામાં આવી હતી.

કેમ્‍પને સફળ બનાવવા મુખીસાહેબ શમસુદીન ધમાણી, અશરફભાઇ ધારાણી, અશોકભાઈ પંજવાણી, ફિરોજભાઈ બગથરીયા સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કેમ્‍પ સહાયક તરીકે રશ્‍મિન દેસાઈ, નિશા દેસાઈ, કૌશિકા રાવલ, કેતન મહેતા તેમજ જીગર ભટ્ટે સેવાઓ આપી હતી.

દાતા પરિવારના કવિબેન, દર્શનાબેન, તોષાબેને ખાસ ઉપસ્‍થિત રહી વડીલ દિવંગતોની સ્‍મળતિમાં તેમનું ઋણ ચુકવવા સાથે તમામને પ્રોત્‍સાહિત કર્યા હતા.(

(11:49 AM IST)